ઋષભ પંત ટીમની જરૂરિયાત પ્રમાણે કોઈપણ ક્રમે રમવા તૈયાર

ઋષભ પંત ટીમની   જરૂરિયાત પ્રમાણે  કોઈપણ ક્રમે રમવા તૈયાર
મુંબઈ, તા. 25 : ભારતના આક્રમક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ તરફથી મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલમાં 27 બોલમાં 78 રનની ઈનિંગ્સ રમ્યા બાદ કહ્યું હતું કે, તે ટીમની જરૂરિયાત પ્રમાણે કોઈપણ ક્રમે બેટિંગ કરવા તૈયાર છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે 78 રનના દાવ બાદ પંતની વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનવાની સંભાવના વધી ગઈ છે. મુંબઈની ટીમ આ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 37 રને હારી હતી. દિલ્હી કેપિટલ્સે 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં મુંબઈની ટીમ 176 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer