વડીલોનો ખાલીપો દૂર કરી નજીક રહેવાનો પ્રયાસ કરાયો

વડીલોનો ખાલીપો દૂર કરી   નજીક રહેવાનો પ્રયાસ કરાયો
ભુજ, તા. 25 : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તાજેતરમાં માંડવી નજીક આવેલા મેઘજી સોજપાલ જૈન આશ્રમ ખાતે વડીલોને ખાલીપો દૂર કરવા માટે `આજ કી શામ પ્રભુભક્તિ' કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વ્યસ્કો જોડાયા હતા. જૈન આશ્રમના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમને નવકાર મહામંત્રના સ્મરણ સાથે ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ આશ્રમવાસી વ્યસકો માટે ધાર્મિક અંતાક્ષરી, નવકાર ધૂન, ભક્તિ ગીત, પ્રાર્થના, સ્તવન, ધાર્મિક પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા. સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા. આગળના ચરણમાં આશ્રમવાસી તમામ બહેનોને ડ્રેસ અને સાડીની સોગાદ આપવામાં આવી હતી તેમજ તમામ આશ્રમવાસીઓને મિષ્ટાન્ન, ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમનું સંચાલન ભારતીબેન મહેતા, લતાબેન વોરા, જુલી મહેતા, સીમા ડાભીએ કર્યું હતું. સમારોહના અધ્યક્ષસ્થાનેથી શ્રી મહેતાએ વડીલોને ઘરના મોભી પથદર્શક ગણાવી તેમનો ખાલીપો દૂર કરવા માટે આગામી સમયમાં આશ્રમવાસી ભાઇ-બહેનોને તીર્થયાત્રા તેમજ મહેરામણની સહેલગાહે લઇ જવાની ઘોષણા કરી હતી. સંચાલન દિનેશ શાહે, જ્યારે આભારદર્શન શાંતિલાલ મોતાએ કર્યું હતું. અનિલભાઇ ટાંક, લક્ષ્મીબેન સાવલા સહયોગી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer