ભુજમાં 13 વર્ષીય કિશોર ઉપર છરીથી કરાયો હુમલો

ગાંધીધામ, તા. 25 : ભુજના સરપટ ગેટ બહાર રાજગોર વાડી પાછળ જોગીવાસમાં એક ઇસમે 13 વર્ષના કિશોર ઉપર છરી વડે હુમલો કરી નાસી ગયો હતો. ભુજનાં જોગીવાસમાં રહેનાર દામજી કરમશી જોગીને અગાઉ સમાવાસ શાંતિનગરના હનીફ નૂરમામદ સમાએ કોઇ બાબતે છરી મારી હતી, જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવા હનીફ દબાણ કરતો હતો. દરમ્યાન ગત મોડી રાત્રે દામજી અને તેનો પરિવાર સૂતો હતો ત્યારે હનીફ તેના ઘરે આવ્યો હતો અને અગાઉની ફરિયાદનું મનદુ:ખ રાખી ફરીથી આ યુવાન ઉપર છરી વડે હુમલો કરતાં વચ્ચે તેનો દીકરો હિમ્મત (ઉ.વ. 13) આવી ગયો હતો. જેમાં તેને માથા અને સાથળમાં ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ આરોપી નાસી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer