રાપરના યુવાને સ્વાઇન ફ્લુમાં દમ તોડયો

ભુજ, તા. 25 : ઠંડીના વાતાવરણમાં ફેલાતા એચવન એનવન વાયરસનું ઉનાળાની ગરમી સાથે પ્રમાણ અંકુશમાં આવી જતું હોવાની આરોગ્ય તંત્રની માન્યતા વચ્ચે હાલે બપોર તપતી થઇ ગઇ છે એવા માહોલમાં પણ યુવાને દમ તોડતાં તેના સહિત આ વર્ષના ત્રણ મહિનામાં 14મું મૃત્યુ નોંધાયું છે. રાપરના ખત્રીવાસના 42 વર્ષીય યુવાને જી.કે. જનરલ હોસ્પિટલ ભુજમાં સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તેનો એચવન એનવન પોઝિટિવનો રિપોર્ટ ગત 12મી માર્ચે આવ્યો હતો. ભુજના મુંદરા રોડ?સ્થિત સૂર્યા વરસાણી એકેડમીની પાંચ વર્ષની બાળકીને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. ત્યાં તેનો પોઝિટિવ રિપોર્ટ આવતાં ગત જાન્યુઆરીથી અત્યાર સુધીના એચવન એનવન પોઝિટિવના 175 દર્દી નોંધાયા હોવાનું ઇએમઓ ડો. કુર્મીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer