ભુજની મુંદરા રિલોકેશન સાઈટમાં મોબાઈલ ટાવર નાખવા સામે વાંધો

ભુજ, તા. 25 : શહેરના કેટલાક વિસ્તારોના સાર્વજનિક પ્લોટમાં મોબાઈલ ટાવર નાખવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. મુંદરા રિલોકેશન સાઈટના રહેવાસીઓએ કલેક્ટરને લખેલા પત્રમાં અટકાવવા માગણી કરવામાં આવી હતી. રહેવાસીઓએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મુંદરા રિલોકેશન સાઈટ આશાપુરા મંદિર પાસે જે સાર્વજનિક પ્લોટ આવેલા છે, આ પ્લોટમાં મોબાઈલ ટાવરના પાયા રાત્રિના સમયમાં 15 દિવસ પહેલાં નાખવામાં આવ્યા હતા અને હાલ 4 દિવસ પહેલાં રાત્રિના 12 વાગ્યાના સમયમાં સાર્વજનિક પ્લોટમાં મોબાઈલ ટાવર ઈક્વિપમેન્ટ લઈને તેમના કોન્ટ્રેક્ટર ટાવર નાખવામાં આવ્યા હતા. જેનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરાયો હતો. ફરીથી થોડાક દિવસો પછી નાખવા આવશું એમ કહી ચાલ્યા ગયા હતા. તો આ ટાવરના રેડીએશન દ્વારા નાના બાળકો તેમજ રહેવાસી નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેમ હોવાથી મોબાઈલ ટાવરની પરવાનગી કોણે આપેલી છે ? તેમજ આ સાર્વજનિક પ્લોટમાં બીજા હેતુઓ માટે ગેરઉપયોગ થાય છે. તો આ તમામ બાબતો અને અપીલને ધ્યાનમાં રાખીને કાયદાકીય કડક પગલાં લેવામાં આવે તેવી માગણી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer