કડવા પાટીદારો સમાજ વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ પ્રયત્નશીલ

કડવા પાટીદારો સમાજ વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ પ્રયત્નશીલ
વિથોણ, (તા. નખત્રાણા), તા. 24 : કડવા પાટીદારો સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસ માટે પણ પ્રયત્નશીલ છે તેવા અહીં સમાજ વિકાસયાત્રાના પ્રારંભે અગ્રણીઓએ સૂર વ્યક્ત કર્યો હતો. સમાજ વિકાસ અને રાષ્ટ્ર વિકાસનો શત્ર સરંજામ લઇને યાત્રા સ્વરૂપે વિથોણ ખાતે સમાજની ત્રણે પાંખોની ભરચક હાજરી વચ્ચે કન્વીનર વસંતભાઇ ઘોળુ (તલોદ)એ અધ્યાત્મિક  તેમજ સમાજિક સદભાવનાની વાતો વહેતી મૂકી હતી. જયંતીભાઇ રામાણીએ સમાજની ગાથાને દ્રષ્ટીગોચર કરાવી હતી. સમાજની વર્તમાન અને ભાવિ નિર્માણની ઝાંખી કરાવી હતી. કડવા પાટીદાર કચ્છ રિઝિયન યુવા સંઘના પ્રમુખ છગનભાઇ ધનાણીના અધ્યક્ષસ્થાને સમાજ વિકાસયાત્રાના શ્રીગણેશ વિથોણ ખાતે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સમાજના ઉ. પ્રમુખ ડો. શાંતિભાઇ સેંઘાણી, મહિલા ઉપપ્રમુખ ગંગાબેન રામાણી, અનુરાધાબેન સેંઘાણી, સ્થાનિક સમાજના પ્રમુખો, યુવક તેમજ મહિલા મંડળના હોદેદારો, સુરેશભાઇ (વિરાણી), ડિવિઝનોના પ્રમુખો હાજર રહ્યા હતા. સમાજ વિકાસ યાત્રાનું ભાથું લઇને આવેલા કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ વસંતભાઇ ધોળુ, જયંતીભાઇ લાકડાવાળા, દામજીભાઇ પટેલ, પ્રદીપભાઇ (પુના), અશોકભાઇ ભાવાણી (ધનસુરા) વિઝન ડેવલોપમેન્ટ સમિતિના એકમાત્ર મહિલા સભ્ય નયનાબેન પોકારના સથવારે સમાજ જનોને સમાજ વિકાસ યાત્રા દ્વારા વિવિધ જાણકારીઓ આપી હતી. અને સમાજના ભવિષ્ય વિષે દિશાસૂચન કર્યા હતા. આ પ્રસંગે સમાજ જનોને માર્ગદર્શન આપતાં વકતાઓએ જણાવ્યું કે સમાજો રાષ્ટ્રના અંગ છે. રાષ્ટ્ર અને સમાજ સિક્કાની બે બાજુઓ છે. યુવાનોને સમાજ અને રાષ્ટ્રને સમર્પિત રહેવાનું આહવાન કર્યું હતું. વધુમાં યુવાનોને વ્યસન તજવા ભાર મૂકયો હતો. સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા તનમનને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. સમાજના સ્વચ્છતા અભિયાનમાં બહેનોને જોડવા પણ ભાર મૂકયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ રિઝિયનના મહામંત્રી અશોક ઠાકરાણી, યુવા સંઘ તેમજ નારાયણ ડિવિઝનના હોદેદારો, વિથોણ પાટીદાર નવયુવક મંડળના હોદેદારોએ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી હતી. સંચાલન ઉ. પ્રમુખ શાંતિલાલ નાકરાણીએ કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer