જીટીયુ ટોપ ટેનમાં આદિપુરનો દબદબો

જીટીયુ ટોપ ટેનમાં આદિપુરનો દબદબો
ગાંધીધામ, તા. 24 : ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી ડિપ્લોમા એન્જિનીય- રિંગ સેમેસ્ટર 1ની લેવાયેલી પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં આદિપુર તોલાણી પોલીટેક્નિક કોલેજની આગેકૂચ જારી રહી છે. કોલેજના 8 વિદ્યાર્થીએ જીટીયુના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. કોલેજના આચાર્ય પ્રો. જે.કે. રાઠોડના જણાવ્યા પ્રમાણે, જાહેર થયેલા પરિણામમાં રાજ્યની 126 કોલેજમાંથી પોલીટેક્નિક કોલેજે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગ પ્રથમ, મિકેનિકલ ચોથા ક્રમે, સિવિલ સાતમા ક્રમે, ઈલેક્ટ્રિકલ નવમા અને કોમ્પ્યુટર વિભાગ 15માં સ્થાને રહ્યું છે. જીટીયુમાં ટોપ ટેનમાં કેલેજના 8 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. ઈલેક્ટ્રિકલ વિભાગમાં અમનસિંઘે પ્રથમ, અંકિત કોળીએ આઠમો ક્રમ, સી.એ.સી.ડી.એમ. વિભાગની સરિતા સોલંકી અને નિધિ પરમારે બીજો, અંકિતા બુટોલાએ છઠ્ઠો, પ્રિન્સી ભટ્ટ અને રીબા ખત્રીએ સાતમો ક્રમ, સિવિલ વિભાગના સિદ્ધાર્થ પરમારે આઠમો ક્રમ હાંસલ કર્યો છે. સારા દેખાવ બદલ આચાર્યએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવી આ પરંપરા જળવાઈ રહે તે માટે સદાય પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer