છ જિલ્લામાંથી હદપાર કરાયેલો છસરાનો શખ્સ પરત ઘરે આવતાં પોલીસે દબોચી લીધો

ગાંધીધામ, તા. 24 : મુંદરા તાલુકાના છસરા ગામનો શખ્સ છ જિલ્લામાંથી તડીપાર હોવા છતાં પરત ઘરે આવતાં પોલીસે તેને પકડી પાડયો હતો. છસરા ગામમાં રહેનાર વેલા કાના કોળીને દારૂના ગુના અંગે કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાંથી ચાર મહિના માટે હદપાર કરવામાં આવ્યો હતો. આ સમય પૂર્ણ ન થયો હોવા છતાં કોઇ અધિકૃત અધિકારી કે કોર્ટની પરવાનગી વગર આ શખ્સ પરત પોતાના ઘરે આવતાં પોલીસે તેને પકડી પાડી જુદી-જુદી કલમો તળે ગુનો નોંધ્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer