પીરધારવાંઢને પીવાનું પાણી પહોંચાડવા ગરીબ-વંચિત સમુદાયની માંગ

પીરધારવાંઢ (તા. રાપર), તા. 24 : આ વાંઢમાં પીવાના પાણીની કોઇ કાયમી વ્યવસ્થા નથી, જેથી વેચાતું લેવું પડે છે, જેનો માસિક અંદાજિત ખર્ચ રૂા. 1500 થાય છે. મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારનાં બાળકોને ભૂખે મરવાનો વારો આવ્યાની વેદના વ્યક્ત થઇ છે. રાપર નગર સેવા સદનના મુખ્ય અધિકારીને 15 જેટલા પીરધારવાંઢના રહેવાસીઓએ સહી-અંગૂઠા સાથે રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું છે કે, ગિરનારની ટોચ ઉપર પાણી પહોંચતું થયું છે, પરંતુ અમારી પીરધારવાંઢ પાણી ચડતું નથી. સરકાર પાસે અનેક ટેક્નોલોજી છે તો પાણી કેમ મળે નહીં તેવો સવાલ કર્યો છે. આ પ્રશ્નનો હલ લાવી ગરીબ-વંચિત સમુદાયને પાણી આપીને એનાં બાળકોને સ્વચ્છ અને નિરોગી રાખવા પત્રમાં માંગ કરાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer