ભુજની જિલ્લા જેલ નજીક જુગાર ખેલતા છ શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 24 : ભુજની પાલારા જેલ નજીક તળાવ પાસે જૂગટું ખેલતાં છ શખ્સની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂા. 10,650 જપ્ત કર્યા હતા. ભુજની જિલ્લા જેલ નજીક આવેલા કંઢા તળાવ પાસે જાહેરમાં ગોળ કૂંડાળું વાળી ધાણીપાસા વડે જુગાર ખેલતા નીલેશ ભવાનજી ગોર, શામજી સવા પગી, સુમાર તમાચી કોળી, રાજેશપુરી મહેન્દ્રપુરી ગોસ્વામી, હારૂન ફૈઝમામદ નોતિયાર અને અમીન અલીમામદ ઓઢેજા નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ધાણી વડે પાસા ફેંકતા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,650 પોલીસે હસ્તગત કર્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer