બિદડામાં ગાયત્રી-બારમતી યજ્ઞમાં 17 સમાજોની સમરસતા ઝળકી

કોડાય (તા. માંડવી), તા. 24 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યોજનાથી સામાજિક સમરસતા સમિતિ દ્વારા માંડવી તાલુકાના બિદડા ગામે સનાતન પાટીદાર સમાજવાડી ખાતે 51 કુંડી ગાયત્રી યજ્ઞ તથા મહેશ્વરી સમાજ દ્વારા બારમતી યજ્ઞનું આયોજન થયું હતું જેમાં 13 ગામના 17 સમાજોએ ઉત્સાહભેર સહભાગી થઇ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ મહાયજ્ઞમાં કુલ્લ 104 યુગલોએ સમાજમાં સમાનતા, બંધુતા અને સમરસતાનું વાતાવરણ નિર્માણ કરવા જાતિ-જ્ઞાતિ વચ્ચેનું અંતર ઓછું કરવા 51 યજ્ઞ કુંડમાં જ્યોત પ્રજ્જવલિત કરી હતી. આ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ આશીર્વચન પાઠવ્યા હતા. સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો ધર્મ આધારિત ન હોય, સમાજની એકતા રાષ્ટ્રના વિકાસ પ્રગતિનું પાયાનું પગથિયું જણાવી નાત-જાતના બંધનો ત્યજી રાષ્ટ્ર માટે એક બનવા આહવાન કરી સર્વેને શુભાશિષ પાઠવ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ કાર્યવાહ જેન્તીભાઇ?નાથાણીએ સમરસતા સમિતિના કાર્યને બિરદાવી આવા કાર્યોથી સમાજનો પોતાના નિહિત સ્વાર્થ ખાતર ઉપયોગ કરનાર લેભાગુ તત્ત્વોને બોધ મળશે એવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્ય માટે પાટીદાર સમાજે કરેલી પહેલને પણ વખાણી હતી.આ કાર્યમાં દરેક સમાજના અગ્રણીઓ, શ્રેઁષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. બિદડાના સરપંચ સુરેશભાઇ વલ્લભજી સંગાર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માંડવી તાલુકા સંઘચાલક તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના સમરસતા પ્રમુખ રાજેશભાઇ?સોરઠિયાની અધ્યક્ષતામાં સમરસતા ટીમે તાલુકાના ઘણા ગામોનો પ્રવાસ કરી આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.?પાટીદાર સમાજના મોહનલાલ છાભૈયા તથા યુવક મંડળની ટીમે આયોજન પાર પાડયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer