ગાંધીધામના 62 બૂથની કલેક્ટરે મુલાકાત લીધી

ગાંધીધામના 62 બૂથની કલેક્ટરે મુલાકાત લીધી
ગાંધીધામ, તા. 20 : આગામી લોકસભાની ચૂંટણી માટે સરકારી તંત્રોએ કમર કસી છે ત્યારે ગાંધીધામમાં આજે જિલ્લા સમાહર્તાએ મુલાકાત લીધી હતી અને 62 બૂથ, રિસિવિંગ, ડિસ્પેચ સેન્ટર, સ્ટ્રોન્ગ રૂમની વ્યવસ્થા નિહાળી હતી અને જુદા જુદા સૂચનો કર્યાં હતાં. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે અહીંના કિડાણા, અંતરજાળ, આદિપુર, સુંદરપુરી, વાવાઝોડા કેમ્પ વગેરે સંવેદનશીલ તથા સામાન્ય એવા 62 બૂથની મુલાકાત લઇ ત્યાંની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તેમણે આદિપુર મૈત્રી શાળામાં આવેલા સ્ટ્રોન્ગ રૂમ, રિસિવિંગ, ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લઇ જુદા જુદા સૂચનો કર્યાં હતાં. વિવિધ બૂથની મુલાકાત વેળાએ મોબાઇલ અંદર ન લઇ?જવા, રેમ્પ વધારવા, 13 જગ્યાએ દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરવા તેમજ મતદારોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે સહિતનાં સૂચનો કર્યાં હતાં તેમજ જુદી જુદી સુવિધાઓ ઊભી કરવા પણ આદેશ?આપ્યો હતો. આ વેળાએ તેમની સાથે ગાંધીધામ મત વિસ્તારના એ.આર.ઓ. એવા નાયબ કલેક્ટર એસ.એમ. કાથડ, નાયબ મામલતદાર જાવેદ સિંધી, વૈભવ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer