ભુજના હમીરસરમાં માછલી બચાવવા માટે ટેન્કરના દાતાઓનો સહયોગ મગાયો

ભુજના હમીરસરમાં માછલી બચાવવા માટે ટેન્કરના દાતાઓનો સહયોગ મગાયો
ભુજ, તા. 20 : વરસાદના અભાવે કચ્છમાં સર્જાયેલી દુકાળની પરિસ્થિતિમાં શહેરની શોભા સમાન હમીરસર ખાલીખમ ભાસે છે ત્યારે છીછરા પાણીમાં રઘુનાથજી આરા નજીક માછલીઓ મરી રહી છે, તેને બચાવવા માટે રઘુનાથજી મંદિર નવનિર્માણ સમિતિના હોદ્દેદારોએ બીડું ઝડપીને નવતર અભિયાન આદર્યું છે. રઘુનાથજી આરા નજીક તરફડિયા મારતા માછલાઓને બચાવવા માટે જીવદયાપ્રેમીઓ પાસે ટહેલ નખાઇ?છે. આ અંગે સમિતિના પ્રમુખ?પ્રવીણ પૂજારાએ જણાવ્યું હતું કે, માછલીઓને બચાવવા સુધરાઇના પ્રમુખ?લતાબેન સોલંકીનું ધ્યાન દોરીને રાહતદરે ટેન્કર આપવા રજૂઆત કરી હતી. દરમ્યાન, આ માટે દાતાઓ સમક્ષ ટેન્કરના ભાડાંના દાનની ટહેલ નખાતાં દાતાઓએ પ્રતિસાદ આપ્યો હતો અને બપોરે જ એકાદ-બે ટેન્કર ઠાલવવાનું પણ શરૂ?કરી દેવાયું હતું. આ માટે ટેન્કર નોંધાવવા માગતા દાતાઓએ પ્રવીણ પૂજારાના ફોન નં. 98252 95650નો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ માટે સમિતિના દિલીપ પૂજારા, મહેશ?કંસારા, શાહભાઇ, પૂજારી હરેશ?વ્યાસ, નંદુભાઇ?નંદા, હસમુખ?પૂજારા, હરેશ પૂજારા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer