કચ્છી કલાકારોના ડાયરામાં ગૌસેવા માટે 30 લાખની ઘોર

કચ્છી કલાકારોના ડાયરામાં ગૌસેવા માટે 30 લાખની ઘોર
હૈદરાબાદ, તા. 20 : સમગ્ર ગુજરાતની અછત પરિસ્થિતિને પહોંચી વળવા દેશ-વિદેશમાં વસ્તા લોકો પોતપોતાના વિસ્તારોમાં કલાકારોને લઇ સંતવાણીના કાર્યક્રમો યોજતા રહ્યા છે. કાર્યક્રમોમાં થતી ઘોરની રકમ પોતાના વતનમાં ગૌસેવા અને ઘાસચારામાં વપરાતી હોય છે. આવી પરિસ્થિતિઓને નજર સમક્ષ?રાખી પાટીદાર પટેલ સમાજે હૈદરાબાદ ખાતે લોકડાયરાનું આયોજન કર્યું હતું. જનમેદની વચ્ચે ગુજરાતના કલાકારોમાં ગીતાબેન રબારી તથા નીલેશભાઇ?ગઢવી, અશોક બારોટ તથા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પોતપોતાની શૈલીમાં સંતવાણી તેમજ હાસ્યની રમઝટ?બોલાવી હતી. કચ્છ કડવા પાટીદાર સમાજ હૈદરાબાદ દ્વારા ગૌસેવાના લાભાર્થે યોજવામાં આવેલા લોકડાયરામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સાંજથી કાર્યક્રમ સ્થળે પહોંચતા નજરે પડયા હતા. દેશભક્તિના મ્યુઝિક સાથે જવાનો સાથે આ કલાકારોએ એન્ટ્રી કરી હતી. અબોલા જીવો માટે જીવદયાના આ કાર્યમાં ઉપસ્થિત લોકોએ આ કલાકારોના ગીતો તેમજ ભજનો પર ગૌસેવા માટે?રૂા. 30 લાખની ઘોર કરી હતી. સ્વાભાવિક છે કે સારા પ્રથમ પંક્તિના કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, નીલેશ?ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, દેવરાજ ગઢવી તેવી જ રીતે ગીતાબેન રબારી, કિંજલ દવે, અલ્પાબેન પટેલ, રાજલ બારોટ?આ બધા કલાકારો છે કે જે પોતાની ગાયકીથી સંગીતમય વાતાવરણમાં મોજની રમઝટ બોલાવી દેવાની સાથે જોનારાઓ ઘોર કરવા તૈયાર થઇ જતા હોય છે. આ કાર્યક્રમમાં પણ ગૌસેવા માટે 30 લાખથી પણ વધુ ઘોર થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer