ગાંધીધામના દારૂના નામીચા ધંધાર્થીની પાસા હેઠળ ધરપકડ કરતી પોલીસ

ગાંધીધામ, તા. 20 : આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજિક તત્ત્વો અને દારૂના બુટલેગરો વિરુદ્ધ પાસા તળે પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે આ સંકુલના નામીચા બુટલેગરની પાસા તળે અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિક ગુનાશોધક શાખાએ અહીંના નામીચા બુટલેગર એવા શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની ધરપકડ કરી હતી. આ શખ્સ વિરુદ્ધ  અગાઉ અનેક વખત દારૂના ગુણવત્તાસભર ગુના નોંધાયેલા છે. આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી અસામાજિક તત્ત્વો અને દારૂના બુટલેગરો વિરુદ્ધ પોલીસે પાસાનું શત્ર ઉગામી અટકાયતી પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં  અન્ય રાજ્યમાંથી અંગ્રેજી દારૂ ઘુસાડવાની તેમજ દારૂનો મોટો જથ્થો સંગ્રહ અને હેર ફેર કરવાની ટેવવાળો આ શખ્સ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેવાનું જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer