રામપરમાં ગાળો આપવાની ના પાડતાં મહિલા ઉપર હુમલો

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના રામપર તુણામાં ગાળો આપવાની ના પાડતાં એક મહિલાએ અન્ય આધેડ મહિલા ઉપર પથ્થર વડે હુમલો કર્યો હતો.રામપર તુણામાં રહેતા નાથીબેન ગોવિંદ પરમારના ઘરનાં આંગણામાં બાળકો દોડાદોડી  કરી રાડારાડ કરતાં પાડોશીની ગાય ભડકતી હોવાનું કહી પાડોશી એવા મણિબેન રાજેશ નથુ જાદવે ગાળો આપી હતી. આ મહિલા નાથીબેને ગાળો આપવાની ના પાડતાં આરોપી મહિલાએ છૂટ્ટા પથ્થરના ઘા કરતાં આધેડ મહિલાને નાક અને કપાળ વચ્ચે ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer