શનિવારે ભુજમાં અમૃત `ઘાયલ'' ગઝલોત્સવ

ભુજ, તા. 20 : ગુજરાતી ગઝલ ગઢના રાજવી કવિ અમૃત `ઘાયલ'ની સ્મૃતિમાં તેમના ચાહકોના આગ્રહને વશ થઇ  અમૃત ઘાયલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન કવિની સ્મૃતિમાં સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરે છે. આવો જ એક કાર્યક્રમ તા. 23/3ના શનિવારે રાત્રે 8.30 વાગ્યે અમૃત ઘાયલ `ગઝલોત્સવ' કાર્યક્રમ ભુજ ટાઉનહોલમાં યોજાશે.રાજકોટના શૈલેશ જાની અને તેમના શૈલ મ્યુઝિક ગ્રુપ સાથે કાજલબેન ઠક્કરના સંચાલનમાં પ્રગતિબેન વોરા, આદિલ અશરફ મીર, દિશા ભટ્ટ, પૂજાબેન ગઢવી અને મૌસમીબેન શાહ ઘાયલ સાહેબ અને બીજા કવિઓની રચનાઓ રજૂ કરશે. નગર અધ્યક્ષા લતાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં ભરતભાઇ?રાણા-કારોબારી ચેરમેન ન.પા. ભુજ, જોરાવરસિંહ રાઠોડ, શંકરભાઇ સચદે, અજિતભાઇ માનસતા, જયંતીભાઇ જોષી `શબાબ', મદનકુમાર અંજારિયા અને કૃષ્ણકાંત ભાટિયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં શ્રી ઘાયલની ગઝલો અને ગુજરાતના નામી કવિઓની ગઝલોને કલાકારો ગઝલ સંધ્યા, સંગીત સંધ્યામાં રજૂ કરશે અને પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સર્વ ગઝલપ્રેમી- `ઘાયલ'પ્રેમીઓને જાહેર આમંત્રણ અપાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer