શહીદ જવાનો માટે ભુજ સ્વામિ. મંદિર ટ્રસ્ટે 36.18 લાખનો ચેક આપ્યો

શહીદ જવાનો માટે ભુજ સ્વામિ. મંદિર ટ્રસ્ટે 36.18 લાખનો ચેક આપ્યો
કેરા (તા. ભુજ), તા. 15 : ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટે રૂપિયા 36.18 લાખની સેવા રાષ્ટ્રના ચરણે અર્પણ કરી હતી. ગુરુવારે ચેક અપાયો હતો. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતોની પ્રેરણાથી પુલવામા શહીદોના  પરિવારજનોને મદદરૂપ થવા આ સરવાણી વહી હતી. મંદિર કોઠારે કુલ 36 લાખ 18 હજાર જેટલી માતબર રકમનો ચેક કલેક્ટર રેમ્યા મોહનને  મંદિર વતી ઉપકોઠારી મૂરજીભાઇ કરશન સિયાણી, ટ્રસ્ટી શશીકાંતભાઇ ઠક્કરે અર્પણ કર્યો હતો. કોઠારી નારાયણમુનિ સ્વામી, કોઠારી પુરુષોતમ સ્વરૂપ સ્વામીએ સંકલન કર્યું હતું. નરનારાયણદેવને વિશેષ પ્રાર્થના, આરતી કરાઇ હોવાનું જણાવતાં કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે કહ્યું કે અમારા  હૃદયમાં રાષ્ટ્ર દેવો ભવની સંવેદના છે.  ગતિ આત્મકલ્યાણની છે પણ?રાષ્ટ્ર કલ્યાણ અમારો મંત્ર છે.  જ્યારે  પણ દેશને સંત શકિતની જરૂર ઊભી થશે અમે તૈયાર છીએની ઉન્નત વાત મંદિરના વરિષ્ઠ પાર્ષદવર્યે ખુમારી સાથે કરી હતી. કલેક્ટરે મંદિરના કાર્યોની સરાહના કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer