નખત્રાણામાં આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવાતાં થતી હાલાકી

નખત્રાણામાં આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવાતાં થતી હાલાકી
નખત્રાણા, તા. 15 : અહીંની મામલતદાર કચેરીમાં આધારકાર્ડનું કામકાજ એકાએક બંધ કરી નખાતાં અરજદારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અરજદારોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક પખવાડિયાથી આધારકાર્ડને લગતો વહીવટ ઠપ પડયો છે. આ અંગે સંબંધિતોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, ટેકનિકલ ક્ષતિના લીધે કામગીરી બંધ રખાઈ છે. સામે લોકોની માંગ છે કે, આધારકાર્ડની કામગીરી ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન શરૂ કરાય તો તાલુકા મથકના ધક્કા મટે. અત્યારે મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડની જ્યાં કામગીરી ચાલે છે તે રૂમને તાળું વાસી દેવાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે, અત્યારે ડગલે ને પગલે આધારકાર્ડની જરૂરત પડે છે, ત્યારે નખત્રાણામાં વહીવટી તંત્રનો આ પ્રકારનો વહીવટ ભારે મુશ્કેલીરૂપ બની રહ્યો છે. તેમાંયે ખાસ કરીને બેન્કિંગ કામગીરીમાં ખાસ્સી બાધા ઊભી થઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer