ગાંધીધામમાં વિશ્વ કિડની દિન નિમિત્તે નિ:શુલ્ક કિડની રોગ શિબિર

ગાંધીધામમાં વિશ્વ કિડની દિન નિમિત્તે નિ:શુલ્ક કિડની રોગ શિબિર
આદિપુર, તા. 15 :: વિશ્વ કિડની દિન નિમિત્તે ગાંધીધામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી `ચેમ્પિયન' દ્વારા યોજાયેલ નિ:શુલ્ક કિડની રોગ નિદાન શિબિરમાં સંકુલના 45 દર્દીઓએ તપાસ કરાવી હતી. જેમાંના ત્રણને શત્રક્રિયા માટે સલાહ અપાઈ હતી.કિડની રોગ નિષ્ણાત ડો. જિજ્ઞેશ મહેતાએ આ શિબિરમાં પોતાની સેવા આપી આયોજન બિરદાવ્યું હતું. પ્રારંભમાં સંસ્થાના અધ્યક્ષા અસ્મિતા બલદાણિયાએ શરીરમાં કિડનીનું મહત્ત્વ સમજાવી શિબિરનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે અતિથિઓ તરીકે પોલીસ અધિકારી નેહલબેન ચાંપાનેરિયા, સંસ્થાપ્રેરક ડિમ્પલ આચાર્ય, જાયન્ટ્સ ગ્રુપ આદિપુર સહેલીના પ્રમુખ માધવી ચૈનાની, ડો. નિકુંજ બલદાણિયા, આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. દેવેન્દ્ર ઠક્કર વિ. ઉપસ્થિત રહી દીપ પ્રાગટય સાથે શિબિર ખુલ્લો મૂક્યો હતો. સંસ્થા મંત્રી ભારતી દલગચ, પ્રોજેક્ટ ચેરમેન દીપા મહેતા, ચકીબેન ડાંગી, પ્રિયંકાબેન રબારી પણ તેમાં જોડાયા હતા. આ પ્રસંગે ડો. પ્રિયાંશ ઠક્કર, ડો. દિનેશ દાના, ડો. હિતેશ પરમાર, ડો. કિશોર ઠક્કર તેમજ અન્ય તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સંસ્થાના ધાત્રી ઠક્કર, ગીતુ ઠક્કર, ડો. કાજલ ઠક્કર, પારૂલબેન સોની, ડો. ધારા સોની, સુનિતા હીરાનંદાની, માધવી, જયશ્રી, આશા ઠક્કર તથા અન્યોયે સંભાળ્યું હતું. અસ્મિતા બલદાણિયાએ આભારવિધિ સાથે સેવાભાવી તબીબ તથા અતિથિઓનું સન્માન કર્યું હતું ને ભવિષ્યમાં પણ આવા શિબિરોના આયોજનની લાગણી વ્યક્ત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer