મોટી નાગલપુરનાં ગટરનાં કામની ગુણવત્તા સામે પ્રશ્ન

મોટી નાગલપુરનાં ગટરનાં કામની ગુણવત્તા સામે પ્રશ્ન
ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાનાં મોટી નાગલપુરમાં થયેલું ગટરનું કામ નબળી ગુણવત્તાનું હોવાની રાવ સ્થાનિક  નાગરિકે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કરી  છે. મોટી નાગલપુરના  અલીમામદ દાઉદભાઈ જતે લેખિત રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું  કે  ગામમાં 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી  વિવિધ શેરીઓમાં ગટર લાઈનનું વર્ષ 2018-19માં 4,97,715નું કામ કરવામાં આવ્યું હતું. આ કામમાં લોટ પાણી ને લાકડાં છે અને થોડા સમયમાં જ ગટર લાઈનો તૂટી  ગઈ છે તેમજ ચેમ્બરોની હાલત પણ ખસ્તા બની છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ  પ્રકારના કામ અંગે  તાલુકા પંચાયતના  એન્જિનીયરને જાણ કરવામાં આવી  હોવા છતાં  કોઈ પ્રકારની પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે  સમિતિની રચના કરી ચીવટપૂર્વક તપાસ  કરી કડક પગલાં ભરવા અંગે તેઓએ માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer