ગાંધીધામમાં રોહિતદાસજીની જયંતી ઊજવાઈ

ગાંધીધામમાં રોહિતદાસજીની જયંતી ઊજવાઈ
ગાંધીધામ, તા. 15 : સંત રોહિતદાસ સેવા સમાજ- ગાંધીનગર (ગુજરાત) સૂચિત સંકુલના સંત રોહિતદાસ સેવા ટ્રસ્ટ દ્વારા સંત રોહિતદાસજીની 642મી જન્મજયંતીની ઉજવણી તથા છઠ્ઠો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જ્ઞાતિના 63 તેજસ્વી તારલોઓને બિરદાવવામાં  આવ્યા હતા. સોગોળ રોહિત સમાજ- પાટણના પ્રમુખ હરેશભાઈ એમ. અમીનની અધ્યક્ષતા હેઠળ આયોજિત કાર્યક્રમમાં બાબુભાઈ મેસરવાળા, અદાણી પોર્ટ એન્ડ સેઝ-મુંદરાના મેનેજર મહેન્દ્રભાઈ સોલંકી, ઉ.ગુ. રોહિત સમાજ  પ્રમુખના મગનભાઈ પરમાર, અદાણી ફાઉન્ડેશનના વરિષ્ઠ પ્રોજેક્ટ ઓફિસર ઈશ્વરભાઈ પરમાર, ચુંવાળ પરગણા રૂદાતલ ગામના પ્રતિનિધિ કમલેશભાઈ સોલંકી, દિનેશભાઈ સોલંકી, નાગરભાઈ પરમાર,  ત્રિભોવન- ભાઈ સોલંકી, પ્રહ્લાદભાઈ સોલંકી, મનોજભાઈ પાલેકર સહિતના  હાજર રહ્યા હતા. આ વેળાએ અતિથિઓએ પ્રાસંગિક  ઉદ્બોધન આપ્યું હતું.   કાર્યક્રમના પ્રારંભમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો તથા સમાજ માટે સતત ઝઝૂમનારા સ્વ.ભાનુભાઈ વણકર, સંસ્થાના પ્ર્રેરક સ્વ. બળદેવભાઈ સોલંકીને બે મિનિટનું મૌન પાળી અંજલિ  અપાઈ હતી તેમજ ગાંધીધામ  રોહિતદાસ ટ્રસ્ટ દ્વારા શહીદ જવાનો માટે રૂા. 11 હજાર આપવાની જાહેરાત કરાઈ હતી.  છઠ્ઠા સરસ્વતી સન્માન સમારંભમાં સમાજના 63 તેજસ્વી તારલાઓને દાતાઓને અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યાં હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓએ વિભિન્ન પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી. નાની ચીરઈ કબીર આશ્રમનાં સાધ્વી જ્ઞાનગીતા સાહેબે ભજન રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન મણિલાલ પરમાર અને આભારવિધિ અરુણભાઈ ઓઢવિયાએ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે સભ્યોએ સહકાર આપ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer