અખિલ કચ્છ નોડે ક્રિકેટમાં નાગોર ટીમ વિજેતા

અખિલ કચ્છ નોડે ક્રિકેટમાં નાગોર ટીમ વિજેતા
ભુજ, તા. 15 : અખિલ કચ્છ નોડે ક્રિકેટ ટૂર્નામેન્ટ (એનપીએલ)માં રોમાંચક મુકાબલાઓના અંતે અબડાસાની નાગોર ઈલેવન વિજેતા અને ભુજની આરોન ઈલેવન રનરઅપ થઈ હતી. ફાઈનલમાં સમાજના અગ્રણીઓ અલીમામદ ભચુ નોડે અને અનવર નોડેએ ટોસ ઉછાળ્યા બાદ નાગોર ટીમે 15 ઓવરમાં 174 રન કર્યા હતા. જવાબમાં આરોન 145 સુધી સીમિત રહેતાં અબડાસા ટીમનો 30 રને વિજય થયો હતો. અગ્રણી જુમા ઈશા નોડે, અભુભાઈ નોડે, ગનીભાઈ કુંભારે ટ્રોફી અર્પણ કરી હતી, તો આયોજકો તરફથી રૂા. 11 હજારનો ચેક અર્પણ કરાયો હતો. અશરફબાવા સૈયદ, મુસ્તાક હિંગોરજા, મૌસિન હિંગોરજા સહિત અગ્રણીઓએ રનરઅપ ટ્રોફી અર્પણ કરી હતી. સાલેમામદ નોડે, રાજુભાઈ (પૂરી-શાકવાળા), ઈદ્રીશ થેબા, ઈસ્માઈલ માંજોઠી (બિલ્ડર), મામદવીર, કાસમ ચાકી, અબ્દુલહમીદ સમા, અકબર નોડે, જુમા થેબાએ આયોજન બિરદાવ્યું હતું. રહીમ નોડે, કાસમ નોડે, અઝીમ અલીમ નોડે, અકીલ અનવર નોડે, રફીક એ. નોડે, આસિફ નોડે, હસીમ માંજોઠી સહિત યુવાનો સહયોગી રહ્યા હતા. કોમેન્ટેટર મામદ માંજોઠી, બાબુભાઈ સમા, અમ્પાયર કાદર માંજોઠી, સિકંદર માંજોઠી, ફિરોજ માંજોઠી, સ્કોરર ગની માંજોઠી, સાજીદ નોડે રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer