આજે કચ્છ ભાજપના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા

ભુજ, તા. 15 : લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ?ચૂકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયત પણ શરૂ?કરી દીધી છે. કાલે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સ્થાનિક પક્ષના આગેવાનો પાસેથી પ્રતિભાવ મેળવવા પ્રદેશકક્ષાએથી ત્રણ નિરીક્ષકો હાજર રહેશે. ઉમેદવારની ચયનપ્રક્રિયા તા. 16ના માધાપર ખાતે આવેલી હોટલ ફર્નમાં પ્રદેશ નિરીક્ષકો કચ્છ / મોરબીની તમામ સાત વિધાનસભા બેઠકો દીઠ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળશે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે જુદા જુદા પ્રકારના કચ્છ અને મોરબીના ત્રણસો આગેવાનોને પ્રતિભાવ આપવા આમંત્રણ મળ્યું છે. લોકશાહીના પર્વ સમાન અને બદલાતા ભારતના ભવિષ્ય માટેની અત્યંત મહત્ત્વપૂર્ણ ચૂંટણીનો શંખનાદ થઇ?ચૂક્યો છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારો પસંદ કરવા માટે લોકશાહી ઢબે ચયનપ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો  છે. આ અંગે વધુ માહિતી આપતાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આવતીકાલે કચ્છ / મોરબી લોકસભા બેઠક માટે પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા ત્રણ નિરીક્ષકો રણછોડભાઇ?રબારી, બિપિનભાઇ દવે અને વસુબેન ત્રિવેદી સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરશે. સૌપ્રથમ સવારે 9 વાગ્યે અંજાર વિધાનસભા ક્ષેત્ર?હેઠળ આવતા અપેક્ષિતોનો સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ અનુક્રમે સવારે 11 વાગ્યે મોરબી, બપોરે 1.30 વાગ્યે રાપર, ત્રણ વાગ્યે અબડાસા, સાંજે પાંચ વાગ્યે ગાંધીધામ, છ?વાગ્યે માંડવી તથા છેલ્લે સાંજે 7.30 વાગ્યે ભુજ વિધાનસભા અંતર્ગતના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકો દ્વારા લોકસભા સીટ માટે કાર્યકર્તાઓની લાગણી અને રજૂઆતને પક્ષની પ્રણાલિકા પ્રમાણે તટસ્થપણે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તા. 19/3ની બેઠકમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તમામ ઉમેદવારના નામ બાબતે બૃહદ ચિંતન ચર્ચા-વિચારણા અને સંકલન કરીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હી સુધી નામ પહોંચાડવામાં આવશે. ત્રણ પૈકીના નિરીક્ષક બિપિનભાઇ દવેનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, લેખિત અને મૌખિક રીતે આગેવાનો પોતાના અભિપ્રાય આપશે. જિલ્લાના પ્રદેશ, જિલ્લા, તાલુકાના મંડળના અપેક્ષિત હોદ્દેદારો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો વગેરેનો સમાવેશ?થાય છે. સાંજે મોડે સુધી આ પ્રક્રિયા ચાલશે એમ શ્રી દવેએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer