ભુજની પોસ્ટ ઓફિસ પાસે એ.ટી.એમ. છે પણ કાર્ડનો જથ્થો જ નથી

ભુજ, તા. 15 : સરકાર ડિઝિટલ નાણાની લેવડદેવડ માટે સતત આગ્રહ કરતી રહે છે ત્યારે બીજીબાજુ તંત્ર તુમારશાહી અને બેદરકારીથી વહીવટ ચલાવતા હોવાની રાવ ઊઠી છે. ભુજની ટપાલ કચેરીમાં એટીએમ સુવિધા તો શરૂ કરાઈ છે પરંતુ છેલ્લા ચારેક માસથી કાર્ડ ખલ્લાસ હોવાનો અને મગાવ્યા છતાં આવતા નથી તેવા જવાબ અપાય છે. આમ સરકારી યોજનાનો ઉપયોગ કરવા ઈચ્છતા પોસ્ટલ બચત બેન્કના ગ્રાહકો નિરાશ થઈ રોકડ વ્યવહાર માટે મજબૂર બની જાય છે. ઉપરાંત ટપાલખાતું પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર-ભથ્થાં તેમના ખાતામાં સીધા જમા કરે છે એટલે એટીએમ કાર્ડથી ઉપાડ કરવા ઈચ્છે છે. આ અંગે જિલ્લાની વિભાગીય કચેરીનો સંપર્ક કરતાં આ બાબતને સમર્થન આપી પોતાની પણ લાચારી દર્શાવી હતી. ભુજ મુખ્ય ટપાલ કચેરીમાં જથ્થો વહેલી તકે આવે તેમ બચત ખાતેદારો ઈચ્છી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer