મુંદરા તાલુકામાં પાક વીમાની રકમ જમા કરવામાં કે.ડી.સી.સી. સામે ઉઠેલો રોષ

ગુંદાલા (તા. મુંદરા), તા. 15 : મુંદરા તાલુકાના ખેડૂતોની પાક નુકસાની પેટે પાક વીમાની રકમ જમા કરવામાં મુંદરાની કે.ડી.સી.સી. બેંક ઠાગા-ઠૈયા કરતી હોવાની રાવ ઊઠી છે. કિસાનોના જણાવ્યા અનુસાર મુંદરા તાલુકાના ખેડૂતોએ અલગ-અલગ બેંકોમાંથી પાક ધિરાણ લીધેલ છે. જેમાં દરેક બેંકો દ્વારા પાક વીમા માટે ફરજિયાત પણ પ્રિમિયમ લેવામાં આવે છે. ચાલુ વર્ષે દુકાળ  હોતાં વીમા કંપનીએ નિયમ મુજબ દરેક બેન્કોને પાક વીમાની નુકસાની પેટેની રકમ જે તે બેન્કોમાં જમા કરાવેલ છે અને બેંકોએ જે-તે રકમ ખેડૂતોના ખાતામાં જમા કરેલ છે. પરંતુ મુંદરા તાલુકાના ખેડૂતો મંડળી બનાવી અને કે.ડી.સી.સી. બેંકમાંથી જે ધિરાણ મેળવેલ છે તેમજ પાક વીમાનું પ્રિમિયમ પણ ભરેલ છે તેઓને નુકસાની પેટે વીમાની રકમ જમા થયા બાદ ધિરાણની બાકી રહેતી રકમ કેટલી છે તેની જાણ થાય તો ખેડૂતોને ધિરાણની બાકી રહેતી રકમ ભરવામાં સરળતા રહે. જેથી પાક વીમાની રકમ ખાતામાં જમા કરવા કિસાનોની માંગ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer