જખૌમાં જુગાર રમી રહેલા પાંચ ખેલી પૈકીના બે પકડાયા, અન્ય ત્રણ છૂ

ભુજ, તા. 15 : અબડાસામાં જખૌ ખાતે જુગાર બાબતે સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં બે આરોપી પકડાયા હતા અને અન્ય ત્રણ તહોમતદાર નાસી ગયા હતા. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, જખૌમાં મુખ્ય બજાર ખાતે જૂની પ્રાથમિક શાળા નજીક ગઇકાલે ઢળતી બપોરે આ દરોડો પડાયો હતો. જેમાં જખૌના ઇસ્માઇલ-ઉર્ફે રમજુ હસણ દરાડ અને પ્રફુલ્લભાઇ મેઘજીભાઇ શાહને રૂા. 2800ની રોકડ સાથે પકડાયા હતા, જ્યારે અન્ય ત્રણ તહોમતદાર જખૌના ઇબ્રાહીમ બાપા સંઘાર, ઓસમાણ હસણ દરાડ અને અદ્રેમાન સાલેમામદ ભગાડ નાસી છૂટયા હતા. આરોપીઓ ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા હોવાના આરોપ સાથે ગુનો દાખલ કરાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer