પદ્ધરની સીમમાં વાડીમાંથી 34 હજારની ચોરી :બે ઇસમ સામે નોંધાઇ ફોજદારી

ભુજ, તા. 15 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારમાં પદ્ધર ગામની સીમમાં ગેસ ફેક્ટરી પાછળ આવેલી શંભુભાઇ મ્યાજરભાઇ પ્લમ્બરની વાડી ખાતે રહેતા શ્રમજીવી મૂળ નાના દિનારા ગામના અલાના હુસેન સમાના ઝૂંપડામાંથી રૂા. 33,500ની કિંમતના ચાંદીના દાગીના ચોરી થવાના મામલે ફરિયાદ લખાવાઇ છે. આ બાબતે અલાના સમાએ લખાવેલી ફરિયાદમાં ચોરી કરનારા આરોપી તરીકે નાના દિનારા (ભુજ)ના રશીદ-ઉર્ફે વલો દેશરા સમા અને તેની સાથેના એક અજ્ઞાત ઇસમને બતાવાયા છે. આ ઘટનામાં ઝૂંપડામાંથી મંગળવારે રાત્રે બેથી પાંચ વાગ્યા દરમ્યાન ચાંદીનાં વિવિધ આભૂષણો લઇ જવાયાં હતાં, જેની કિંમત રૂા. 33,500 અંકારાઇ છે તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer