બિદડા ગામમાં ખૂટતી તમામ કડીઓ પૂરી કરવાની ખાતરી

બિદડા (તા. માંડવી), તા. 14 : બિદડા ગામના 661મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગ્રામ પંચાયત તરફથી એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને વિધાનસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી હતી. આયુષ્માન ભારતની શ્રેષ્ઠ કામગીરી બદલ સાંસદ વિનોદભાઈએ સરપંચ સુરેશભાઈ સંઘારને ધન્યવાદ આપ્યા હતા. સરપંચે છેલ્લા બે વર્ષમાં ગામના વિકાસમાં કચ્છના સાંસદ-ધારાસભ્ય, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે સહયોગ આપ્યો એ બદલ આભાર માન્યો હતો. કચ્છ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગઢવી, જિલ્લા પંચાયત શિ.સ. ચેરમેન છાયાબેન ગઢવી, માંડવી તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, મુંદરા તા.પં. પ્રમુખ દશરથબા ચૌહાણ, ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, દાતા પરિવાર ડો. ચંદ્રવદન હરિયા, કેશવજી ખીમજી મારૂ, પ્રવીણભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા. બિદડા ગામના ઈતિહાસની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ હતી. વિધાનસભ્ય શ્રી જાડેજાએ ગામના વિકાસમાં ખૂટતી તમામ ત્રુટિઓ પૂરી કરવાની ખાતરી આપી હતી. જ્યારે સાંસદ શ્રી ચાવડાએ કેન્દ્ર સરકારની વિકાસ સહાય  માટે  ખાતરી  આપી  હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer