19મીથી માંડવીમાં પુસ્તક મેળો

માંડવી, તા. 15 : અહીંની સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સિટટયૂટ દ્વારા આગામી તા. 19-20 માર્ચે વી.આર.ટી.આઈ. કેમ્પસ ખાતે ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં વિવિધ પ્રકાશકોનાં વૈવિધ્યસભર પુસ્તકો-ગદ્ય અને પદ્ય સાહિત્ય, શૈક્ષણિક, આરોગ્ય, બાળસાહિત્ય, વ્યવસ્થાપન, પ્રેરણાદાયી અને ધાર્મિક પુસ્તકો 40 ટકા વળતરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રંથાલય, ગ્રાન્ટ ન મેળવી શકતી સંસ્થાઓને 50 ટકા વળતરથી પુસ્તક ખરીદીનો લાભ મળી શકશે. બંને દિવસ સવારે 9 થી 1 અને બપોરે 3થી 6 દરમ્યાન ખુલ્લા રહેનારા પુસ્તક મેળાનો લાભ લેવા સંયોજક ગોરધન પટેલ `કવિ'એ જણાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer