કાલે ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિ. ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનનાં ટીપાં

ભુજ, તા. 15 : સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આગામી તા. 17મી માર્ચ-2019ના (પુષ્ય નક્ષત્ર)ના દિવસે 0થી 12 વર્ષનાં બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપાં સવારે 9થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે પીવડાવવામાં આવાશે. આ સુવર્ણપ્રાશનનાં ટીપાંથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે, સ્મૃતિ-બુદ્ધિ વધે છે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-1 સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer