આજે ચિયાસરમાં વર્ધમાન પરિવાર દ્વારા ગૌવંશ રક્ષા અભિયાન

ભુજ, તા. 15 : અબડાસા તાલુકાના ચિયાસર ગામે અબડાસા-નખત્રાણા-લખપત તાલુકાની દુષ્કાળ પરિસ્થિતિ ધ્યાને લઈ વર્ધમાન પરિવાર દ્વારા ગૌવંશ રક્ષા અભિયાનનું તા. 16ના શનિવાર સવારે 9.30થી 12 સુધી આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જૈન સંઘ અંતર્ગત વર્ધમાન પરિવાર દ્વારા પશુરક્ષા, જીવદયા માટે 26 જેટલા ઢોરવાડાઓમાં 16 હજારથી વધુ પશુ નિભાવ થઈ રહ્યો છે અને બીજા વધારે 10 કેટલ કેમ્પો ખોલી પાંચથી છ હજાર જેટલા પશુધનને બચાવવા સંસ્થા પ્રયત્નશીલ છે.  તા. 16ના ચિયાસર ખાતે સંસ્થા દ્વારા સવારે 9.30થી 12 વાગ્યા સુધી ગૌવંશ રક્ષા અભિયાન જાહેર જનતા અને દાતાઓને જોડવાની સંસ્થાના ટ્રસ્ટી દેવચંદ ધનજી ગડા તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરાઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer