કાલે માંડવીમાં `ખારા પાણીના મીઠા માનવીઓ'' પુસ્તકનું વિમોચન

કોડાય (તા. માંડવી), તા. 15 : માંડવી ખાતે વી.આર.ટી.આઇ.-વિવેકગ્રામ પ્રકાશન દ્વારા કચ્છના પ્રેરણા વ્યક્તિઓના જીવનચરિત્રના પુસ્તક `ખારા પાણીના મીઠા માનવીઓ'નું વિમોચન તા. 17 રવિવારે સાંજે 4.15 કલાકે ગોકુલ રંગભવન ખાતે કરવામાં આવશે. લેખક મૂલેશ કે. દોશી લિખિત આ પુસ્તકનું વિમોચન સારસ્વતમ્ના પ્રમુખ વિજ્યલક્ષ્મી શેઠ?(આઇ.પી.એસ.)ની અધ્યક્ષતામાં મુખ્ય વક્તા જય વસાવડાના હસ્તે જ્યારે પુસ્તક પરિચય જયંતી જોષી `શબાબ' દ્વારા આપવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ?ખત્રી તેમજ અતિથિવિશેષ તરીકે ભરતભાઇ?વેદ (મેનેજર-ખીમજી રામદાસ ટ્રસ્ટ), પ્રવીણભાઇ?વીરા (મુંબઇ), માવજીભાઇ?બારૈયા (નિયામક-વી.આર.ટી.આઇ.), ચત્રભુજ ધમાણી (પ્રમુખ-ગુજરાત ભાટિયા મહાજન), ગોરધનભાઇ પટેલ `કવિ' (પ્રકાશન અધિકારી) ઉપસ્થિત રહેશે. સૂત્ર સંચાલન ડો. કૌશિકભાઇ શાહ કરશે. એઇમ્સ ગ્રુપ (માંડવી) સહયોગી રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer