રવિવારે પણ રજા નહીં જરૂરતમંદો માટે સેવા 306 અઠવાડિયે અવિરત

રવિવારે પણ રજા નહીં જરૂરતમંદો માટે સેવા 306 અઠવાડિયે અવિરત
ભુજ, તા. 14 : નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે છેલ્લા છ?વર્ષ થયા શહેરમાં દર રવિવારે જરૂરતમંદ દર્દીઓની સેવા કરવાનો અનેરો સેવા પ્રકલ્પ શરૂ?કરવામાં આવ્યો છે, જેમાં દર રવિવારે 300 કરતાં પણ વધારે દર્દીઓને રૂબરૂ મળી તેમની સારસંભાળ લેવામાં આવે છે અને વિવિધ?પ્રકારની સહાય કરવામાં આવે છે. જે સેવા પ્રકલ્પના તાજેતરમાં 306 રવિવાર સંપન્ન થયા છે, જેમાં 20 લાખના ખર્ચે એક લાખ કરતાં પણ વધારે દર્દીઓની સેવા કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીની યાદીમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જનરલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે શ્રમજીવી, મધ્યમવર્ગીય કે રંક પરિવારના આમઆદમી અને તેમના પરિવારજનો આવતા હોય છે. કારમી મોંઘવારીમાં આવા દર્દીઓને થોડી હૂંફ મળે તે હેતુથી આ સેવા પ્રકલ્પના મંડાણ મે-2013ના પ્રથમ રવિવારથી કરાયા હતા. દર રવિવારે 300 કરતાં પણ વધારે દર્દીઓને દેશી ઘીનો શીરો, ઋતુ અનુસાર ફળો, ગ્લુકોઝ?પેકેટ, બિસ્કિટ, ખાખરાનાં પેકેટ, જરૂરતમંદોને દવા, વત્રો, ધાબળા, બાળ દર્દીઓને રમકડાં આદિનું વિતરણ કરવામાં આવે છે તેમજ બાળ દર્દીઓની વેદના હળવી કરવા માટે ચિત્ર?વિ. સ્પર્ધા સાથે હળવા મનોરંજન કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થાના કાર્યકરો રજાની મોજ માણવાના બદલે દર્દીઓની સેવા કરીને પોતાનો રવિવાર મનાવે છે. આ સેવા પ્રકલ્પના તાજેતરમાં સળંગ 306 રવિવાર સંપન્ન થયા છે, જેમાં રૂા. 20 લાખના ખર્ચે એક લાખ કરતાં વધારે દર્દીઓની સેવા / ભક્તિ કરીને તેમને હૂંફ પૂરી પાડવાનો સંસ્થાએ પ્રયત્ન કરેલો છે. સંસ્થાના પ્રમુખ શ્રી મહેતાની રાહબરી હેઠળ હિરેન દોશી, પ્રદીપ દોશી, અશોક વોરા, નીલમબેન વોરા, શાંતિલાલ મોતા, વિજય મહેતા, કૌશિક મહેતા, નીપમ ગાંધી, અરવિંદ દાત્રાણિયા, રાજેશ સંઘવી, દિનેશ મહેતા, જે. સી. પારેખ, સી. સી. જોશી, વિનોદ દોશી, સતીશ?ભાટિયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer