જ્યારે પુનડીની બાળકી વિશ્વ મહિલા દિને જ `અવાજની દુનિયા'' માણતી થઈ

જ્યારે પુનડીની બાળકી વિશ્વ મહિલા દિને જ `અવાજની દુનિયા'' માણતી થઈ
માંડવી, તા. 14 : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માંડવી તાલુકાનાં પુનડી ગામની બાળકીનું મૂક-બધિરતાનું નિવારણ થતાં તે હવે અવાજ અને સંવાદની નવી અને રોમાંચક દુનિયામાં પ્રવેશ કરશે. કોકલીયર ઈમ્પ્લાન્ટ એટલે સાદી ભાષામાં કહીએ તો કાનમાં કૃત્રિમ પડદો અને શ્રવણ વ્યવસ્થાનું સર્જન કરવાની શત્રક્રિયાના ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રૂપિયા છ લાખ જેટલો થાય છે, પરંતુ કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે, શાળા આરોગ્યના નોડલ ઓફિસર ડો. ભાવિન ઠક્કર, માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાન અને તાલુકા સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણીના માર્ગદર્શન હેઠળ નાના આસંબિયા આર.બી.એસ.કે. ટીમના ડો. સંજય યોગી, ડો. જુલેશ લાખાણી અને આશિષ ત્રિવેદીના સંનિષ્ઠ પ્રયાસોથી આ બાળકીનું ગાંધીનગર ખાતે 8મી માર્ચના સફળતાપૂર્વક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે ઓપરેશન કરાવીને વિશ્વ મહિલા દિવસની સાચા અર્થમાં ઉજવણી સાર્થક કરી છે. જન્મથી જ સાંભળી ન શકવાને કારણે બોલવાની તકલીફ ધરાવતી આ બાળાને અત્યંત જટિલ ગણાતી કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી દ્વારા શ્રવણશક્તિ અને વાચાનું અણમોલ વરદાન મળ્યું છે અને હવે આવનારા દિવસોમાં તે સાંભળી અને બોલી શકશે અને એક નવી જ દુનિયામાં પ્રવેશ કરશે જેનો આનંદ તેના મુખ પર સ્પષ્ટ જોઈ શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer