પશુઓ માટે ગોધરામાં 15 એકર જમીનમાં ઘાસચારાનું વાવેતર

પશુઓ માટે ગોધરામાં 15 એકર જમીનમાં ઘાસચારાનું વાવેતર
કોડાય (તા. માંડવી), તા. 14 : જીવદયા અને સેવાકીય કાર્યો કરતી સંસ્થા માતા ભચીબાઇ સુંદરજી ભદ્રા ટ્રસ્ટ દ્વારા દુષ્કાળની કપરી પરિસ્થિતિને જોતાં કચ્છના છેવાડાના ગામોમાં પશુઓ માટે નીરણ મોકલવામાં આવ્યું હતું. કપરી પરિસ્થિતિને જોતાં આ ટ્રસ્ટ દ્વારા ગોધરામાં 15 એકર જેટલી જમીનમાં મકાઇના લીલાચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. ચારો અંદાજિત 4500 મણ છેવાડાના પશુઓ માટે મોકલવામાં આવશે. વરસાદ ન પડે ત્યાં સુધી કચ્છમાં જીવદયાના કાર્યો અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં દાતા ચેતનભાઇ ભાનુશાલીએ સેવાકીય કાર્યો માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ જીવદયાનું કાર્ય મહંત ગિરિજાદત્તગિરિજી (શ્રીપીઠ આશાપુરા)ની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. સરપંચ સંગઠન માંડવીના પ્રમુખ વરજાંગભાઇ ગઢવીએ જીવદયાના આ કાર્યને બિરદાવી આ કાર્યમાં ભાડા યુવક મંડળ સંપૂર્ણ સહકાર આપશે તેવી ખાતરી દર્શાવી હતી. જીવદયાના કાર્યમાં સામત ગઢવી, ડોસાભાઇ ગઢવી, મોહનભાઇ ગઢવી, થારૂભાઇ ગઢવી સહિતના યુવાનો વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer