કંડલા કસ્ટમે આદિપુરમાં બાળાઓ માટે જરૂરી મશીન દાન આપ્યું

કંડલા કસ્ટમે આદિપુરમાં બાળાઓ માટે જરૂરી મશીન દાન આપ્યું
ગાંધીધામ,તા.14 : કંડલા કસ્ટમ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન તળે આદિપુરના અનાથ આશ્રમ ખાતે સેનેટરી નેપકીન ઈન્સિનેટર મશીન દાનમાં આપવામાં આવ્યું હતું કંડલા મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર સંજયકુમાર અગ્રવાલના વડપણ તળે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરમાં કરુણા  વિહાર કન્યા સદનમાં રહેતી કન્યોઓની સુવિધા માટે સેનેટરી નેપકીન ઈન્સિનેટર મશીન અપાયું હતું. પ્રિન્સિપલ કમિશનર શ્રી અગ્રવાલે હોસ્ટેલની બાળાઓને ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા જાળવવાથી થતા ફાયદા વિશે જાણકારી  આપી હતી. તેમણે આ મશીનના ઉપયોગ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે સેનેટરી નેપકીનને છુપાવવા કે ફેંકવાની જરૂર નથી, આ  મશીન વપરાયેલા પેડનો નાશ કરી  નાખશે. તેના કારણે પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે. આ વેળાએ કંડલા કસ્ટમના એડિશનલ કમિશનર અજયકુમાર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer