32 લાખમાં દુજાપર માર્ગનું નવીનીકરણ થશે

32 લાખમાં દુજાપર માર્ગનું નવીનીકરણ થશે
ગઢશીશા (તા. માંડવી), તા. 14 : માંડવી તાલુકાના દુજાપર ગામને મુખ્યમાર્ગ સાથે જોડતા એપ્રોચ રોડનું નવીનીકરણ કરવા માટે સરકાર દ્વારા રૂા. 32 લાખની ફાળવણી કરાઇ?છે. જેનું ખાતમુહૂર્ત માંડવી-મુંદરા મતવિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વિધાયક શ્રી જાડેજાએ ગામના વિકાસની ખૂટતી કડી સત્વરે પૂર્ણ કરીએ તેવી ખાતરી આપી હતી. ચૂંટણીની જાહેરાત પૂર્વે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગામના મોવડી અને તાલુકા ભાજપના સક્રિય એવા નારાણભાઇ ખીમજી ચૌહાણે ગામની તાસીર અને ગતિવિધિથી ઉપસ્થિતોને વાકેફ કરી ગામના વિકાસ માટે સંગઠિત રહેવા જણાવ્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ?ચંદુભાઇ વાડિયાએ પણ ગામ તથા વિસ્તારના વિકાસ માટે સક્રિયતા દાખવી હતી. તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણીએ વિકાસ માટે સક્રિયતા દર્શાવી હતી. આ પ્રસંગે સરપંચ શાંતિબેન રાઠોડ, તા.પં. ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઇ?રોશિયા, તા. ભાજપ મંત્રી સુરેશભાઇ સંગાર, કિસાન મોરચાના મહેન્દ્ર રામાણી, મહિલા મોરચાના માલતીબેન લાલન, ગ્રા.પં.ના રાજુભા જાડેજા, કાંતિભાઇ દાતણિયા, ડાહ્યાલાલ ભગત, ગઢશીશાના હરેશભાઇ રંગાણી, રમેશભાઇ?ચૌહાણ, નાનજીભાઇ?ચૌહાણ, મહેન્દ્ર રાઠોડ,મહેન્દ્રભાઇ સેંઘાણી, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનોદભાઇ થાનકી, બાબુભા જાડેજા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિધિવિધાન વિશાલભાઇ ગોર તથા સંચાલન જયેશભાઇ?ભગત અને આભારવિધિ?ઇશ્વરભાઇ?ધોળુએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer