ધર્મમય ચિંતન અને સદ્માર્ગે આચરણ સાથે રાષ્ટ્રભક્તિ મજબૂત કરવા હાકલ

ધર્મમય ચિંતન અને સદ્માર્ગે આચરણ સાથે રાષ્ટ્રભક્તિ મજબૂત કરવા હાકલ
કોડાય (તા. માંડવી), તા. 14 : માંડવી સ્વામિનારાયણ મંદિરના વૃંદાવન હરિકૃષ્ણ મહારાજના 160મા વાર્ષિક પાટોત્સવની  ઉજવણી ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમદ્ હરિવાક્ય સુધાસિંધુ પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. ઉપસ્થિત આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે હરિભક્તોને  સતત ધર્મમય ચિંતન અને સદ્માર્ગનું આચરણ કરવા શીખ આપી રાષ્ટ્રભક્તિને  વધુ બળવત્તર બનાવતાં દેશવાસીઓએ  જવાનોની પડખે ઊભવા જણાવ્યું હતું. ભુજ મંદિરના  મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ સત્સંગનો મહિમા વર્ણવ્યો હતો.  ઉત્સવ દરમ્યાન પોથીયાત્રા, શિવપૂજન, શિવ તાંડવ, રાસોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત કાર્યક્રમોમાં હરિભકતોએ લાભ લીધો હતો.  ઉત્સવના યજમાન સ્વામિ. મંદિર માંડવીના સમસ્ત સાં.યો. બહેનો, કચ્છ નરનારાયણ?દેવ મહિલા મંડળ તથા યુવતી મંડળ અને સત્સંગી બહેનોએ લાભ લીધો હતો. કથાના વકતા શા. સ્વામી પરબ્રહ્મજીવનદાસજી, શા. સ્વામી બ્રહ્મમુનિદાસજી, શા. સ્વામી શૌનકમુનિદાસજીએ સંગીતમય શૈલીમાં કથાનું વાંચન કર્યું હતું. આ ઉત્સવમાં પુલવામાના  વીર શહીદોની આત્મશાંતિ અર્થે પાંચ દિવસ સંહિતા પાઠનું પઠન સંતો દ્વારા કરાયું હતું. સંતો પાર્ષદ જાદવજી ભગત, સ્વામી સનાતનદાસજી, સ્વામી પ્રેમપ્રકાશદાસજી, માંડવી મંદિરના મહંત સ્વામી કેશવજીવનદાસજી, સ્વામી નિષ્કામચરણદાસજી, સ્વામી માધવપ્રસાદદાસજી, સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી સૂર્યપ્રકાશદાસજી સહિતનું સાંનિધ્ય રહ્યું હતું. માંડવી પી.આઇ. એમ. જે. જલુ, પીએસઆઇ શ્રી ઝાલા, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, અરજણભાઇ હાલાઇ, દેવજી નારાણ કારા, અરવિંદ ગોહિલ, લાલજી ગાજપરિયા, લક્ષ્મણ લાલજી વરસાણી વગેરે આગેવાનોનું સન્માન કરાયું હતું.  સંગીતકાર તરીકે સ્વામી નિર્ભયચરણદાસજી અને સ્વામી ઘનશ્યામજીવનદાસજી રહ્યા હતા. સંચાલન માંડવી મંદિરના કોઠારી સ્વામી સુખદેવસ્વરૂપદાસજી અને સ્વામી પરમેશ્વરસ્વરૂપદાસજીએ કર્યું હતું. આયોજનમાં માંડવી મંદિરના  સંતો અને હરિભકતો સહયોગી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer