માર્ચના અંત સુધી વેરા વસૂલાતનો આંક 10 કરોડે પહોંચાડવા વ્યાયામ

ભુજ, તા. 14 : માર્ચના અતં સુધી ભુજ સુધરાઇ દ્વારા અત્યાર સુધી સાત કરોડનો વેરો વસૂલાયો છે અને આમ માસના અંત સુધી આંક 10 કરોડ આસપાસ પહોંચશે તેવો વિશ્વાસ વ્યકત કરાયો હતો.આ અંગે ટેક્સ સુપરિટેન્ડેન્ટ અરાવિંદાસિંહ જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, સુધરાઇની ટીમ દ્વારા વ્યવસાયિક સ્થળો, રહેણાક તેમજ સરકારી કચેરીઓમાં વેરા વસૂલાત માટે ડોર ટુ ડોર અને રૂબરૂ મિલકતધારકોનો સતત સંપર્ક કરી વેરા ભરપાઇ કરવા જણાવાઇ રહ્યું છે. આ ઉપરાંત દરરોજ 25થી 30 જેટલી નોટિસો અપાય છે. ગત વર્ષે 7.50 કરોડ વસૂલાત થઇ હતી ત્યારે અત્યારે આંક સાત કરોડ આસપાસ પહોંચી ગયો છે, ઉપરાંત હજુ સરકારી કચેરીઓના વેરા ભરાવાના બાકી છે જેથી આ આંક 10 કરોડ નજીક પહોંચી જશે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer