અદાણી બંદરે હથિયાર વિશેની નોંધ ન કરાવનારો ગાર્ડ પકડાયો

ભુજ, તા. 14 : પોતાની પાસે પરવાનાવાળું હથિયાર હોવા વિશે પોલીસ કે અન્ય કોઇ સક્ષમ અધિકારી પાસે નોંધ ન કરાવનારા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલે મુંદરા નજીકના અદાણી બંદર ખાતે સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામસેવક ભુંમજીત ત્યાગીને પકડી પાડી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી આજે હાથ ધર્યા બાદ આધેડ વયના આરોપી સામે હથિયાર પરવાના લાયસન્સની શરતોના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. બંદૂક અને કારતૂસ આ પ્રકરણમાં કબજે લેવાયા હતા તેમ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer