ભુજના પાદરમાં સ્કૂટર સાથે બાઇક અથડાતાં બન્નેના ચાલક જખ્મી

ભુજ, તા. 14 : શહેરની ભાગોળે માધાપર તરફ જતા માર્ગ ઉપર લશ્કરી મથક અને હિલવ્યુ સોસાયટી વચ્ચેના માર્ગ ઉપર જયુપીટર સ્કૂટર સાથે બાઇક અથડાતાં બન્નેના ચાલક ઘવાયા હતા. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ આજે મધ્યાહને થયેલા આ અકસ્માતમાં જયુપીટરના ચાલક ભુજના સમીના અલીમામદ મેમણ (ઉ.વ.19) તથા બાઇકના ચાલક વરનોરાના કરમશીં  મલુ રબારી (ઉ.વ.24)  ઘવાયા હતા. આ બન્નેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્કૂટર સાથે પાછળથી આવી રહેલી બાઇક અથડાતાં આ અકસ્માત થયાનું પોલીસ સમક્ષ લખાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer