ગાંધીધામ અને ભુજમાં નિ:સંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેમ્પ

ભુજ, તા. 14 : આધુનિક લાઇફસ્ટાઇલને કારણે તબીબી વિશ્વમાં વંધ્યત્વનું પ્રમાણ વધ્યું હોવાનું સંશોધન થયું છે. નિ:સંતાન દંપતીઓ માટે હવે વંધ્યત્વ નિરાકરણ અતિ આધુનિક આઇવીએફ ટેસ્ટ ટયુબ બેબી સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ બની છે. સૌ પ્રથમ દંપતીમાં વંધ્યત્વનું કારણ શોધી તેનો સચોટ ઉપાય કરવાનો  હોય છે. આ માટે વંધ્યત્વ નિવારણ માટે ભુજ અને ગાંધીધામમાં રાજકોટના જાણીતા તબીબ ડો. ભાવિન કામાણી અને ડો. ઋચા જોશીનો ખાસ વિનામૂલ્યે માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં વિનામૂલ્યે સોનોગ્રાફી સહિતના ટેસ્ટ પણ કરી અપાશે. ગાંધીધામમાં આ કેમ્પ તારીખ 15 અને 16 માર્ચ શુક્ર અને શનિવારે ડો. તેજસ કે. સોમેશ્વરની મા હોસ્પિટલ, પ્લોટ નંબર 1-એ સેક્ટર ખાતે છે. જ્યારે ભુજમાં ન્યુ લાઇફ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે 17 માર્ચના થશે. દર્દીઓને વધુ વિગત માટે 81282 36151 અથવા 94081 44569નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer