કાલે ભુજમાં ન્યૂરો અને સ્પાઇનના સર્જનનો નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ

ભુજ, તા. 14 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ મધ્યે સેલ્બી મલ્ટિ સ્પે. હોસ્પિટલના સુપર નિષ્ણાત ન્યૂરો સર્જન, સ્પાઇન સર્જન નિદાન તથા સારવારના કેમ્પનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા કચ્છના લોકોને  ખર્ચાળ મેડિકલ સારવારમાંથી રાહત આપવા માટે અવાર-નવાર નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું સ્થાનિકે આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાને તા. 16/3ના શનિવારે બપોરે 12થી 2 સુધી સેલ્બી મલ્ટિ સ્પે. હોસ્પિટલના નિષ્ણાત ન્યૂરો સર્જન ડો. તુષાર મેવાડા અને સ્પાઇન સર્જન ડો. વિશાલ બૌઆ દર્દીઓની તપાસણી કરશે અને વધુ સારવારલાયક દર્દીઓને અમદાવાદ માટે સારવારની વ્યવસ્થા સરકારની વિવિધ યોજના અનુસાર કરી અપાશે.  આ નિ:શુલ્ક નિદાન મેડિકલ કેમ્પનો વધુમાં વધુ જરૂરતમંદ દર્દીઓએ લાભ લેવા અને વધુ માહિતી માટે (02832) 255318, 223821નો સંપર્ક કરવા સંસ્થાના મેડિકલ કન્વીનર ડો. દેવચંદ ગાલા અને મેડિકલ ઓફિસર ડો. અશોકભાઇ ત્રિવેદીની સંયુકત યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer