માંડવીમાં છ સારસ્વત યુગલના પ્રભુતામાં પગલાં

માંડવીમાં છ સારસ્વત યુગલના પ્રભુતામાં પગલાં
માંડવી, તા. 13 : અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ વિદ્વત સમિતિ દ્વારા આયોજિત અને માંડવી સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની હાજરીમાં યોજાયેલા બે દિવસીય સમૂહલગ્નના કાર્યક્રમમાં છ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં, 11 બટુકોએ યજ્ઞોપવીત ધારણ કરી વેદાધિકાર પ્રાપ્ત કર્યો હતો. માંડવીના આંગણે સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની હાજરીમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહી હતી, તો બીજી તરફ સંતો-મહંતોના આશીર્વાદ વરસ્યા હતા. પ્રથમ દિવસે સમૂહર્તા બાદ સમાજના યુવાનો અને યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, જ્ઞાતિ ભોજન, ત્યારબાદ જાદૂગર ડ્રેકુલા દ્વારા મેજિક શો રજૂ કરવામાં આવ્યો હતો, જેનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. બીજા દિવસે પૂ. ગિરિજાદત્તગિરિજી બાપુ (નાના રતડિયા), ઉષામા (માંડવી), વિજયભાઇ ઠક્કર, હરીશભાઇ ગણાત્રા તથા જ્ઞાતિના અગ્રણીઓ અને વડીલોના હસ્તે દીપ પ્રાગટય કરી સમારંભનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાંતિદાસજી મહારાજ (વિરાણી), રાજુભાઇ?જોષી (ભુજ), પ્રતાપ મહારાજે આશીર્વચન આપ્યા હતા. અતિથિવિશેષ તરીકે અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ?લક્ષ્મીશંકરભાઇ શિવ, અમિત માયરા (પ્રમુખ-માંડવી), મુંબઇના પ્રમુખ ઉમેશભાઇ?ખીયરા, ગિરીશ જોષી, નીતિન સાયલ, માવજીભાઇ?જોષી, વિશ્વનાથ જોષી, પ્રકાશ?સોનપાર, જગદીશ ધોલી, નરેન્દ્ર જોષી, આશિષ જોષી, રશ્મિન પંડયા, રમાકાંત સોનપાર, ઉમેદ જોષી, અશોક પાંધી, યોગેશ ધતુરિયા, દિનેશ?જોષી, સનત જોષી, વિનોદ કનૈયા (માંડવી), ધીરજ જોષી વગેરે હાજર રહ્યા હતા. ભોજનના દાતા તરીકે ઉષામા વિજયકુમાર વલ્લભજી ઠક્કર પરિવારે મુખ્યદાતા તરીકે લાભ લીધો હતો. માંડવી લોહાણા બાલાશ્રમનું સંકુલ આ સમારોહ માટે નિ:સ્વાર્થ ભાવે ફાળવવામાં આવ્યું હતું. અરવિંદ વી. જોષી, હસમુખભાઇ ઠક્કર, માંડવી સારસ્વત મહાસ્થાન, શીતળા માતા ટ્રસ્ટ માંડવી, જય કનૈયાલાલ શેઠિયા (મુંબઇ), ત્રિકમદાસજી મહારાજ (અંજાર), શશિકાંતભાઇ કાંતિલાલ જોષી, પુષ્પાબેન માવજી ખાંટ, સ્વ. રમેશભાઇ?શંકરલાલ દામા પરિવાર, હંસાબેન જિતેન્દ્ર પલણ, તારાચંદભાઇ?જગશી છેડા, હિતેશભાઇ?વલ્લભજી ઠક્કર, વિશ્રામભાઇ?વલમજી ઠક્કર, દિનેશભાઇ?પાંધી, મહેન્દ્રભાઇ પંડયા, અશોકભાઇ?પાંધી, કલાપી જોષી, દયારામ કેવળરામ ઠક્કર, ચંદુલાલ પરસોત્તમ રાજદે, નેહાબેન હેમપુરી ગોસ્વામી, સ્વ. જોષી હરિરામ જખુભાઇ રત્નેશ્વર પરિવાર, સિરાજભાઇ?અન્દાની, સ્વ. રજનીકાંત ભગવાનજી ખીયરા પરિવાર વગેરેએ દાન આપ્યું હતું. જિલ્લા વિદ્વત સમિતિના ગિરીશ?બોધી, રાજુભાઇ જોષી (કન્વીનર), દિપેશભાઇ?ટેવાણી (મહામંત્રી), ગુંજનભાઇ પંડયા (સંસ્થાપક), ગૌતમ ગાવડિયા, વિશાલકૃષ્ણ જોષી, ભાવેશ જોષી, રાજેશ જોષી, પ્રવીણ જોષી, જિતેન્દ્ર જોષી, દેવેન્દ્ર જોષી, હિતેશ જોષી વગેરે હોદ્દેદારો સહયોગી બન્યા હતા. મહેશ જોષીએ સંચાલન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer