બ્રાહ્મણોએ એકસંપ સાધવા અનુરોધ

બ્રાહ્મણોએ એકસંપ સાધવા અનુરોધ
ગાંધીધામ, તા. 13 : ભચાઉમાં બ્રાહ્મીન સોશિયલ ગ્રુપ દ્વારા પાંચમા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ બ્રાહ્મણોને એક બની સંપ સાધવા અનુરોધ કર્યો હતો. બ્રાહ્મીન સોશિયલ ગ્રુપના સંચાલન અને વ્યવસ્થાપન હેઠળ યોજાયેલા અવસરે દીપ પ્રાગટય કરતાં ભગવતગિરિ બાપુ, કૃષ્ણાનંદજી બાપુ, બાલમુકુંદ શાત્રીજી, અશ્વિનભાઇ શાત્રી, નવલશંકર શાત્રી, ભાનુપ્રસાદ (હનુમાનધામ કટારિયા), હરેશભાઇ જોષી દ્વારા સમૂહલગ્નોત્સવને ખુલ્લો મુકાયો હતો. સમૂહલગ્નોત્સવમાં પાંચ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. બ્રહ્મસમાજના આગેવાનો બિપિન દવે, દિલીપ ત્રિવેદી, કિરીટ સોમપુરા, અનિલ જોષી, દયારામ સુંબડ, મિનાક્ષીબેન ભટ્ટ, કૈલાસબેન ભટ્ટ, પ્રદીપ જોષી, જગદીશ પંડયા, ગિરીશ જોષી, અનિરુદ્ધ હર્ષ, હીરાલાલ ગોર, ચેતન રાવલ, વિપુલ મહેતા, રાજેન્દ્ર રાવલ, વજેરામભાઇ, ગૌતમ ગોર તેમજ સૌ મહેમાનો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ સાથે સફળ દામ્પત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, સાથે એક બનવા પણ અપીલ કરવામાં આવી હતી. આચાર્ય તરીકે શાત્રી લાલા મહારાજે મંત્રોચ્ચારથી વિધિ વિધાન કરાવ્યા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભચાઉ નગર સેવા સદન અધ્યક્ષ કુલદીપસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વાઘજીભાઇ છાંગા, ગંભીરસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી કાર્યને બિરદાવ્યું હતું. વિશેષ દાન આપનારા દાતા ધરમશીભાઇ પંડયા (ધમડકા)એ રૂા. 51,000, મનસુખલાલ મણિશંકર રાજગોર (ભચાઉ)એ રૂા. 36,000, સ્વ. નટવરલાલ અમૃતલાલ જોષી (ભચાઉ) દ્વારા રૂા. 21,000, બળદેવભાઇ દેવશંકરભાઇ રાજગોર (ફતેહગઢ) દ્વારા 21,000, પત્રિકાના દાતા ગં.સ્વ. પાર્વતીબેન લક્ષ્મીશંકર નાકર પરિવાર (ત્રંબૌ), સાઉન્ડના દાતા સ્વ. સુરેશભાઇ મોહનલાલ મઢવી (ભચાઉ) તેમજ સૌ દાતા સમિતિએ યોગદાન આપ્યું હતું. વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ ઉમિયાશંકર જોષી, વિકાસભાઇ રાજગોર, વિશનજી જોષી, દીપક રાજગોર, ભરત પંડયા, ધીરજ જોષી, જિગર જોષી, વિપુલ રાજગોર, રમેશ પાંડે, રમેશ જોષી, હિતેશ જોષી, અંકિત પંડયા, હરેશ રાજગોર, દિનેશભાઇ રાજગોર, નરોત્તમ જોષી, મનુભાઇ જેષી, સોમનાથ વ્યાસ, મહિલા મંડળના પ્રભાબેન જોષી, કલાવંતીબેન જોષી, પ્રવીણાબેન રાજગોર, રસીલાબેન દવે, રમીલાબેન પંડયા, જાગૃતિબેન રાજગોર, ડમુબેન જોષી વગેરે જોડાયા હતા. સંચાલન તથા આભારદર્શન ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઇ રાજગોર દ્વારા થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer