બ્રહ્મસમાજની એકતા મજબૂત બનાવવા હાકલ

બ્રહ્મસમાજની એકતા મજબૂત બનાવવા હાકલ
આદિપુર, તા. 13 : અહીંના સમસ્ત બ્રહ્મ સમા મહિલા મંડળ દ્વારા સભ્ય પરિવારના 101 તેજસ્વી છાત્રો, લઘુ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 31 વિવિધ શાળા-કોલેજના શિક્ષકોની ગુરુવંદના સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભમાં બ્રહ્મચારી પ્રકાશ આનંદ સ્વામી, કથાકાર ચંદ્રકાંત શુક્લ, મંડળના નર્મદાબેન વ્યાસ, પન્નાબેન જોશી, કોમર્સ કોલેજના આચાર્ય ડો. મનીષ પંડયા, ડો. નરેશ જોશી, યુવા પાંખના પ્રમુખ રાજેશ ધારકએ દીપ પ્રાગટય કર્યું હતું. વર્ષ દરમ્યાન દિવંગતોને જગદીશ જાનીએ અંજલિ અર્પી હતી. અન્ય અતિથિઓ તરીકે રાજાભાઇ પટેલ કોમર્સ કોલેજના આચાર્ય ડો. ભાવેશ ભટ્ટ, આર.પી. પટેલ ગુજરાત વિદ્યાલયના આચાર્ય ડો. પ્રજ્ઞેશ દવે, એમ.પી. પટેલના આચાર્યા અંજલિ ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ શિક્ષકો, અધ્યાપકો સહિત 31 ગુરુઓની વંદનાનું સન્માન પત્રના વાંચન બાદ મંડળના દમયંતીબેન જોશી, અરુણાબેન ઓઝા, મીનાક્ષી ભટ્ટ, વિજયાલક્ષ્મી વ્યાસ, અલ્પા ઓઝા, ભાવના ત્રિવેદી, કમળાબેન શ્રીમાળી તથા અન્યોના હસ્તે અર્પણ કરાયા હતા. અતિથિઓએ પોતાના પ્રવચનમાં સમાજની એકતાને મજબૂત બનાવી આયોજન બિરદાવ્યું હતું. ભૂમિતાબેન ઓઝા તરફથી સમાજના સૂચિત ભવન નિર્માણ માટે રૂા. 51 હજારનું દાન અપાયું હતું. કસ્ટમ સુપ્રિન્ટેડેન્ટ મનોજભાઇ ઓઝાનું ફરજમાં વિશિષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માન કરાયું હતું. સાથે સાથે આંકોડીથી કોલેજ સુધીના 101 તેજસ્વી છાત્રાઓને વિવિધ ભેટ, સન્માનપત્ર, ટ્રોફી વિ.થી સન્માનીત કરાયા હતા. ભેટ, સભ્ય ફી વિ. નોંધણીની ફરજ જ્યોત્સ્ના જોશી, જ્યોત્સ્ના દવે, માલા દવે તથા નયના દવેએ અદા કરી હતી. સંચાલન કાજલ ઓઝા, રેખા પંડયા અને આભારવિધિ હેતલ ઓઝાએ કરી હતી. પન્ના જોશીએ વાર્ષિક હેવાલ પ્રસ્તુત કર્યો હતો. દાતાઓએ યોગદાન આપ્યું હતું. રાધિકા દવે, ભૂમિ વ્યાસ, શિલ્પી ઓઝા, નિધિ ધારક, સ્નેહલ ઓઝાએ ઇનામ વિતરણની વ્યવસ્થા સંભાળી હતી. ધર્મેશ ગોર, ઉમેશ પંડયા, સંદીપ વ્યાસ, નીલેશ પંડયા, જય દવે, પ્રવીણ દવે, તુષાર ઓઝા, પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ, મહિલા મંડળ, યુવા પાંખના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer