શારીરિક તકલીફના સમયે આળસ કર્યા વગર તબીબના સંપર્કથી નિદાન અને સારવાર જરૂરી

શારીરિક તકલીફના સમયે આળસ કર્યા વગર તબીબના સંપર્કથી નિદાન અને સારવાર જરૂરી
આદિપુર, તા. 13 : ગાંધીધામ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સહેલી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના  ઉપલક્ષ્યમાં છ દિવસીય સ્તન નિદાન શિબિર નિ:શુલ્ક રીતે યોજાયો હતો, જેનો  60 મહિલાએ લાભ લીધો હતો. મેમોગ્રાફીની મફત સેવા સહિતની ડો. પ્રિયાંશ ઠક્કરે આપી હતી. જાયન્ટ્સ સહેલીના અધ્યક્ષા અસ્મિતા બલદાણિયાએ તબીબોની  સેવા બિરદાવી હજુ વધુ સામાજિકસેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.  પ્રારંભમાં જાયન્ટ્સના ડાયરેક્ટર મીનાબેન વાઘમજી, સંસ્થાના પ્રેરક ડિમ્પલ આચાર્ય, પ્રોજેક્ટ ચેરપર્સન કવિતા ઠાકર તથા અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી શિબિરને ખુલ્લો મુક્યો હતો. કોઇ પણ શારીરિક તકલીફ થાય ત્યારે સંબંધિત તબીબોને તાત્કાલિક સંપર્ક કરવાથી  યોગ્ય નિદાન અને સારવાર મળી રહે છે. એ બાબતે આળસ ન કરવા ડો. કાજલ ઠક્કર, ડો. નીરજ શીલુ, ડો. નિકુંજ બલદાણિયા વિ.એ શીખ આપી હતી. સાપ્તાહિક આયોજનમાં ધાત્રી ઠક્કર, દીપા મહેતા, ડો. રુચિ જૈન, પારુલ સોની, રેશ્મા લાલવાણી, જયશ્રી અખાણી, આશા ઠક્કર, ખુશી લખવાણી, ડો. ધારા સોની તથા અન્યોએ સેવા આપી હતી. તબીબો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer