ભુજમાં સૌંદર્ય શણગારની સ્પર્ધા યોજાઈ : વિજેતા મહિલાઓ નવાજાઈ

ભુજમાં સૌંદર્ય શણગારની સ્પર્ધા યોજાઈ : વિજેતા મહિલાઓ નવાજાઈ
ભુજ, તા. 13 : તાજેતરમાં અરિહંત મહિલા મંડળ તથા લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સૌંદર્ય શણગાર સ્પર્ધા યોજાઈ હતી.  પ્રારંભે લોહાણા મહિલા મંડળના પ્રમુખ કમલાબેન ઠક્કરે સ્વાગત કરી જણાવ્યું કે, બહેનોને હંમેશાં સુંદર દેખાવું ખૂબ ગમતું હોય છે તેથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. નિર્ણાયક તરીકે નેહાબેન દોશીએ સેવા બજાવી હતી. પ્રથમ નંબરે વીણાબેન અંતાણી, બીજે નંબરે મમતા પી. ઠક્કર અને ત્રીજે નંબરે કાજલ એ. ઠક્કર આવ્યાં હતાં. વિજેતાઓને અરિહંતનગર મહિલા મંડળના પ્રમુખ કલ્પનાબેન ઠક્કર, મંત્રી નલિનીબેન ઠક્કર, લોહાણા મહિલા મંડળના મંત્રી જ્યોતિબેન પવાણી, નેહાબેન દોશીના હસ્તે ઈનામો અપાયાં હતાં. લોહાણા મહિલા મંડળના પૂર્વ પ્રમુખ મધુબેન ઠક્કર તથા લતાબેન કોઠારીએ વ્યવસ્થા સંભાળી હતી.  સંચાલન કમલાબેન ઠક્કરે તથા આભારવિધિ કલ્પનાબેન ઠક્કરે કર્યા હતા. મ્યુઝિકલ હાઉઝી પણ રમાડવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer