ટેસ્ટ ક્રિકેટમાં પણ ફ્રી હિટ શરૂ થશે ?

લંડન, તા. 13 : મેરલિબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ વિશ્વ ક્રિકેટ સમિતિને ટેસ્ટ મેચોને વધુ રોમાંચક બનાવવા માટે કેટલાક પ્રસ્તાવ કર્યા છે. જેમાં સમયનો બગાડ અટકાવવા માટે `શોર્ટ ક્લોક' શરૂ કરવા અને નો-બોલ માટે વન-ડે-ટી-20ની જેમ ફ્રી હિટ જેવા સૂચન કર્યાં છે. ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિએ પાછલા હપ્તે બેંગ્લોરમાં મળેલી બેઠક બાદ આઇસીસી કમિટી સમક્ષ આવા સૂચન કર્યાં છે. આ પ્રસ્તાવોને એમસીસીએ આજે તેની વેબસાઇટ પર મૂક્યાં છે. પાંચ દિવસના ક્રિકેટમાં ધીમી ઓવર ગતિની પ્રક્રિયા પર શોર્ટ ક્લોકની પદ્ધતિ ચાલુ કરવાનું સૂચન કરાયું છે. આ માટે એવો તર્ક અપાયો કે ટેસ્ટ ક્રિકેટ ધીમી ગતિએ ચાલે છે એટલે દર્શકો હાજર રહેતા નથી. ઓવરોની ઝડપ વધારવી જરૂરી છે, જ્યારે નો-બોલ પછી ફ્રી હિટ આપવાનું પણ સૂચન કરાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer